Posts

Showing posts from March, 2020
Image
સવાલ : સૂર્યની પ્રદક્ષિણા લેતી પૃથ્વી તેનો 1 ચકરાવો પૂરો કરવા માટે કેટલું અંતર કાપે છે ?  જવાબ : સૂર્ય ફરતે આપણી પૃથ્વીનો ભ્રમણમાર્ગ 93,98,86,400 ( ત્રાણું કરોડ અઠ્ઠાણું લાખ છ્યાંસી હજાર ચારસો ) કિલોમીટર જેટલો લાંબો છે. પૃથ્વી તે અંતર કલાકના સરેરાશ 1,07,220 ( એક લાખ સાત હજાર બસો વીસ ) કિલોમીટરની ઝડપે 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 43 સેકન્ડમાં કાપી નાખે છે, એક સૌર વર્ષ ત્યારે પૂરું થયું ગણાય,
Image
સવાલ : ચીનનો માલ આપણે ત્યાં બનતા માલ કરતાં સસ્તો કેમ હોય છે ?  જવાબ : અનેક કારણોમાં પહેલું એ કે ભારતની સરખામણી ચીને ઘણા વર્ષ અગાઉ ( 1978માં આર્થિક સુધારા અપનાવ્યા પછી તરત ) આધુનિક યંત્ર સામગ્રી આયાત કરી પોતાનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મોટા પાયે વિકસાવ્યું, ચીને જથ્થાબંધ ઉત્પાદન દ્વારા પોતાના માલને સસ્તો બનાવ્યો, જેની વેચાણ કિંમત ઓછી હોવાનું બીજું કારણ એ કે ત્યાં નિકાસ માટે બનતા માલ પૂરતો વીજળીનો દર, મજૂરીનું ધોરણ, રેલવેનું નૂર વગેરે તળિયાના લેવલે છે, ચીનમાં લોકશાહી નથી, એટલે જેલના કેદીઓને પણ મહેનતાણાનો લાભ આપ્યા વગર કામે લગાડી દેવાય છે, વળી, નવતર ટેકનોલોજી વિકસાવવા માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટની ખર્ચાળ જફામાં પડયા વગર તે વિદેશી પ્રોડક્ટની ડિઝાઈન બેઠી અપનાવી લે છે, જ્યારે ભારતમાં આવી છૂટછાટો તો નથી જ પણ અન્ય કેટલીક નીતિઓ તથા વિવિધ કરને લીધે આપણે ત્યાં બનતો માલ ચીન કરતાં મોંઘો બને છે અને મોંઘો વેચાય છે.
Image
સવાલ : દીવાસળી સળગે ત્યારે વિશિષ્ટ પ્રકારની ગંધ ફેલાય છે, આમાં કયો વાયું હોય છે ? જવાબ : દીવાસળીની ગંધ તેના ટોચકામાં વપરાયેલા પદાર્થો દ્વારા નક્કી થાય એ દેખીતું છે. એક પદાર્થ લાલ ફોસ્ફરસ છે, દીવાસળી ઘસો ત્યારે ઘર્ષણ દ્વારા જે થોડી ગરમી પેદા થાય તે ફોસ્ફરસને સળગાવવા માટે પૂરતી છે. ઑક્સિડાઈઝરનું કાર્ય બજાવતાં પોટેશિયમ ક્લોરેટનો ઑકસીજન મેળવીને દહન પામતો ફોસ્ફરસ ત્યારબાદ પોતાની ગરમી વડે તરત સલ્ફરને (ગંધકને) સળગાવે છે, સૌથી વધુ પ્રમાણ સલ્ફરનું હોય છે, એટલે દહન વખતે મુખ્યત્વે સલ્ફર ડાયોકસાઈટ વાયુ છૂટો પડે છે.    
Image
સવાલ : પાનખરીયા વૃક્ષોના પાંદડાં  દર વર્ષે ખરી પડે છે, તો ચિરહરિત/EVERGEEN વૃક્ષો કેમ પાંદડાં કદી ખેરવાતાં નથી ?  જવાબ : ચિરહરિત કહેવાતા વૃક્ષોનાં પાંદડાં સદા ટકી રહે છે એ ધારણા સાચી નથી. પાંદડાં તેમના પણ ખરે છે, પરંતુ સામટાં નહિ, વારાપ્રમાણે ખરવાનો ક્રમ બારેમાસ ચાલતો રહે છે. આ વૃક્ષો પાનખર ઋતુમાંય પાંદડા વડે ભરચક દેખાવને લીધે EVERGREEN કહેવાયા છે. જ્યારે સાંચી વાત એ છે કે સરેરાશ પાંદડું બે - ત્રણ વર્ષથી લાંબો સમય ટકતું નથી, બહુ થોડાં વૃક્ષો એવા છે કે જેમના પાંદડા ચાર કે પાંચ વર્ષ સુધી ખરે નહિ. ઉષ્ણકટિબંધમાં થતા ઘણાખરા EVERGREEN વૃક્ષોના પાંદડાં ખેરાઉ વૃક્ષોના પાંદડાં કરતાં વધુ જાડાં  અને રબ્બરિયાં  હોય છે. જ્યારે શીતકટિબંધમાં ચીડ જેવા EVERGREEN વૃક્ષો ત્યાંના ઠંડા તેમજ સૂકા હવામાનને અનુલક્ષી સોય આકારના પાંદડા ધરાવે છે, બેઉ જાતના વૃક્ષો તેમના પાંદડાં ખેરવાતાં રહે છે.
Image
સવાલ : માણસના કાન 20 હર્ટઝ કરતાં નીચી અને 20,000 હર્ટઝથી ઊંચી કંપસંખ્યાનો અવાજ કેમ સાંભળી શકતા નથી ? જવાબ : અવાજની પરખ કાનના પડદાની સંવેદનાશીલતા પર અવલંબે છે. અવાજનાં મોજાની ફ્રિકવન્સીંમાં કમ્પાતો પડદો પોતાની ધ્રુજારીનો ફીડબેક કાનના મધ્યવર્તિ ભાગ મારફતે આંતરિક હિસ્સાને મોકલે છે. જયાં અવાજનાં મોજાં વિદ્યુત સિગ્નલોમાં રૂપાંતર પામી મગજ તરફ આગળ વધે છે. જોવાની ક્રિયા જેમ આંખને બદલે મગજમાં થાય છે. તેમ સાંભળવાનું કાર્ય પણ કાનનું નહિ, મગજનું છે, કાન ફક્ત મગજને અવાજનો ફીડબેક આપે છે. જોને એકત્રીત કરવામાં પહેલું સ્ટેજ પડદા વડે અવાજનાં મોજાં ઝીલવાનું છે. હાઇડ્રોજન રેણુના વ્યાસ જેટલો કંપવિસ્તાર પેદા થાય એવા મંદ અવાજને પણ તે અત્યંત Low ફ્રિકવન્સીંમાં ધ્રુજીને રજીસ્ટર કરી લે છે, પરંતુ 20 હર્ટઝ કરતાં ઓછી કંપસંખ્યા ધરાવતા અવાજના નબળાં મોજાં તેને ધુજાવી શકતાં નથી. આ મોજા કાનના પદડામાં જ સ્પંદનો ન જન્માવે  એટલે મગજ સુધી સંકેત પહોંચે નહિ. ટૂંકામા, શ્રવણક્રિયા માટે 20 હર્ટઝ એ ન્યુનતમ લિમિટ છે, અધિકતમ લિમિટ 20,000 હર્ટઝ એટલા માટે છે કે કાનનો પડદો અત્યંત સ્થિતિસ્થાપક હોવાં છતાં પ્રતીસેકંડે વીસ હાજારથી
Image
સવાલ : બે મોટા શહેરોને જોડાતા ટુ - લેન કે ફોર લેન ધોરી માર્ગને અંગ્રેજીમાં માત્ર WAY ને બદલે HIGHWAY શા માટે કહે છે ? જવાબ : ઘણા અંગ્રેજી શબ્દો એવા છે કે જેમને લાગતી ઐતિહાસિક વાતો જાણો ત્યારે ખબર પડે કે અંગ્રેજી ભાષામાં તેઓ શી રીતે આવ્યા, હાઇવે શબ્દ મૂળ પ્રાચીન રોમના સામ્રાજ્યમાં બંધાયેલા રસ્તા માટે વપરાતો હતો. રોમન સમ્રાટોએ પોતાનાં લગભગ 200 નગરોને પરસ્પર જોડી દેતા કુલ 80,000 કિલોમીટર લાંબા હાઇવે બાંધ્યા હતા. વિશાળ સામ્રાજ્યમાં ઘોડેસવાર અને રથસવાર સૈનિકોની ટૂકડીઓ ઝડપી અવરજવર કરીને ગમે તે ખૂણે તરત પહોંચી શકે એ માટે બધા રસ્તા પાકા બનાવવામાં આવ્યા હતાં, ઊંચાઈ પણ આસપાસની જમીન કરતાં સહેજ વધારે, જેથી ચોતરફ દૂર નજર માંડી શકાય અને દુશ્મન સૈન્ય અણધાર્યો હુમલો કરવા આવતું હોય તો આક્રમણ છાનું રહે નહિ, ઊંચા રસ્તા પાર વરસાદનું પાણી ન ભરાય એ બીજો  ફાયદો હતો. ઊંચા લેવલને કારણે રોમનોના ધોરી માર્ગો હાઇવે કહેવાયા અને પછી તો બીજા દેશોમાં પણ બે શહેરને જોડાતો દરેક મુખ્ય માર્ગ હાઇવે તરીકે ઓળખાયો,
Image
પ્રશ્ન : વનસ્પતિ સૂર્યકિરણો વડે પ્રકાશ સંશ્લેષણ કરે એ રીતે ઇલેક્ટ્રિક લાઈટના કૃત્રિમ પ્રકાશ વચ્ચે ખોરાક બનાવવાની તે ક્રિયા ચલાવી શકે કે નહિ ? જવાબ : પ્રકાશની તરંગ લંબાઈ 300 થી 700 નાનોમીટર વચ્ચેની હોય એટલું વનસ્પતિ માટે પૂરતું .છે. ( 1 નેનોમીટર એટલે મીટરનો એક અબજમો ભાગ) વનસ્પતિની સારી વૃદ્ધિ ટ્યુબલાઈટને બદલે વિદ્યુત બલ્બના પ્રકાશ નીચે થાય, કેમ કે બલ્બના ઘણા ખરાં પ્રકાશકિરણો વનસ્પતિને માફક આવતાં 550 થી 700 નેનોમીટરના હોય છે, ટ્યુબલાઈટના ઓછી તરંગ લંબાઈના કિરણો નીચે વનસ્પતિ જરા કુંઠિત રહે છે. આજકાલ નવી અને ક્રાંતિકારી ખેતીપદ્ધતિ મુજબ બહુમાળી મકાનોના દરેક મજલે  સ્થાપવામાં આવતા માટી રહિત હાઇડ્રોપોનિક ફાર્મ માટે LEDનો કૃત્રિમ પ્રકાશ જ વપરાય છે. શાકભાજીના છોડની વૃદ્ધિનો ક્રમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ ચાલુ રહે છે. હવે જમાનો આવા  Vertical farming નો છે.
પ્રશ્ન : મોબાઈલ ફોનની બેટરી તદ્દન 'ડાઉન ' થાય પછી તેનું ચાર્જિંન્ગ કરવું સારું કે પચ્ચિસ - ત્રીસ ટકા બાકી રહે ત્યારે જ ચાર્જિંન્ગ કરાવી જોઈએ ? જવાબ : અગાઉ નિકાલ પાર આધારિત બેટરી ''યાદશક્તિ" ધરાવતી હોવાને લીધે તે સંપૂર્ણ 'તળિયાઝાટક ' થાય પછે જ તેનું ચાર્જિંન્ગ કરી શકાતું, પણ આજના મોબાઈલ ફોનની લિથિયમ બેટરીમાં એવી યાદશક્તિ નથી. ગમે ત્યારે તેનું રિચાર્જિંન્ગ કરી શકાય છે. આદર્શ રીતે તો 50 ટકા જેટલો પાવર બાકી હોય એ વખતે જ તેને પાછી 'ફૂલ' કરી દેવી જોઈએ
Image
પ્રશ્ન : ગીધ જાતે શિકાર કરતુ નથી ? મૃત પ્રાણીના કોહેલાં મરદામાં ખદબદતા બિક્ટેરિયા તથા બીજા જીવાણુંઓ સામે ગીધ કેવી રીતે સુરક્ષિત રહી શકે છે ? જવાબ : ગીધની વસ્તી મુખ્યત્વે સાબર, જંગલી ભેંસ, વાંદરા, હાથી, ઝેબ્રા, ચિંકારા વગેરે જેવા વનસ્પત્યાહારી જાનવરોના આવાસી પ્રદેશોમાં જોવા મળે છે. જેમને ફાડી ખાવું ગીધ માટે શક્ય નથી. આ વનસ્પત્યાહારી સજીવોનો શિકાર કરનાર સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, વરૂ, જંગલી કૂતરા વગેરે માંસાહારીઓને પણ ગીધ પોતાનો શિકાર બનાવી શકે નહિ, આથી ગીધે કુદરતી રીતે મરેલા અથવા તો માંસાહારીએ શિકાર કર્યા બાદ   એંઠવાડ તરીકે બાકી રાખેલા મૃતદેહો પાર નભવું પડે છે. દિવસો જૂનો અને બેક્ટેરિયા તથા કીડા વડે સડતો મૃતદેહ પણ ગીધ  માટે વર્જિત નથી, ગીધને નેચરલ સિલેક્શન દ્વારા તેમની  પર્યાપ્ત સુરક્ષાતંત્ર મળ્યું છે, (1) ગીધની હોજરીના પાચકરસો આપણી હોજરીના પાચકરસો કરતા 10 ગણા વધુ તેજાબી છે, બેક્ટેરિયા તથા કીડા તેમની જીરવી શકતા નથી. (2) કોહેલાં મૃતદેહમાં જે પણ ઝેરી દ્રવ્યો પેદા થયા હોય તેમને ગીધની અન્નનળીની આંતરત્વચા જ ઘણાખરા અંશે શોષી તેમને અસરહીન બનાવી દે છે. તેથી ગીધ સડેલા ખોરાક ખાઈને પણ સુરક્ષ
પ્રશ્ન : કાચા શીંગદાણાને હંમેશા રેતીમાં શેકવા પડે તેનું કારણ શું ? જવાબ : ખોરાકને શેકવાની, તળવાની, બાફવાની અને સાંતળવાની ક્રિયા આમ તો સરખી જ ગણાય, કારણ કે દરેકની પાછળનો હેતું ખોરાકને બધી તરફથી સમાન ગરમી આપીને રાંધવાનો હોય છે. શેકવાની ક્રિયા વખતે પૂરેપૂરા ખોરાકને એકસરખી ગરમી ત્યારે જ આપી શકાય કે જ્યારે રોટલીની જેમ તેની પૂરેપૂરી સપાટીને ગરમીના સ્ત્રોતના સંપર્કમાં લાવીએ। શીંગદાણા ગોળ હોવાને લીધે તવા પાર તેને બધી તરફ સમાન ધોરણે ઉષ્મા ન આપી શકાય, માટે તેને સંપૂર્ણપણે આવરી લેતું ઉષ્માંવાહક માધ્યમ જરૂરી છે. રેતી ઉત્તમ માધ્યમ છે, બહુ થોડા સમયમાં પુષ્કર ગરમીને તે ગ્રહણ કરી લે છે એટલું જ નહિ, પણ ગરમીને લાંબો સમય જાળવી રાખે છે. આથી શીંગદાણા એકસરખા શેકાય છે.
પ્રશ્ન : બાળકને દુધિયા દાંત હોવાનું અને તે થોડા વર્ષોમાં ખરી પાડવાનું કારણ શું ? જવાબ : નેચરલ સિલેક્શનના નિયમ અનુસાર જે કરોડરજ્જુ ધરાવતા ઉત્ક્રાંતિની સીડીના નીચલા પગથિયે તેમેને કુદરતી રીતે નવાં દાંત ફૂટતા રહે છે, દાખલા તરીકે શાર્ક માછલીને તેના જીવનકાળ દરમિયાન સેંકડોના હિસાબે નવા દાંત મળે છે.મનુષ્યની સરખામણીએ બહુ નીચી પાયરીના આવા સજીવોના દાંત શિકારના માસનો ચક્કો કાપી લેવા માટેના છે. ચાવવાનું કાર્ય તેઓ બજાવી શકતા નથી. શાર્ક ખોરાકને ચાવ્યા વગર પરબારો ગળી જાય છે. ઉત્ક્રાંતિની સીડી પર ઉપર તરફના પ્રાણીઓ ગુમાવેલા દાંતનું નવા દાંત વડે પ્રતિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવતા નથી. મનુષ્યને તો દૂધિયાં દાંત અને કાયમી દાંત એમ માત્ર બે સેટનો લાભ મળ્યો છે. આમ છતાં મનુષ્ય એકંદરે ફાયદામાં છે. કારણ કે રચનાકીય વૈવિધ્યને લીધે તેનાં દાંત ખોરાકને કાપવાનું, ભાંગવાનું, અને ચાવવાનું કામ કરી શકે છે. 
સવાલ : કઈ ખાદ્ય ચીજમાંથી આપણી આવશ્યકતા જેટલું વિટમિન C મળી શકે ? ઓવરડોઝ્નું જોખમ ખરું? જવાબ : સરેરાશ ૧૦૦ ગ્રામ વજનદીઠ સૌથી વધારે વિટામિન C  જામફળમાં( ૨૨૮ મિલિગ્રામ)  હોય છે. જામફળ પછી અનુક્રમે કાળી દ્રાક્ષ ( ૨૦૦ મિલિગ્રામ), લાલ ભોલર મરચાં ( ૧૯૦ મિલિગ્રામ), તેમજ અથાણાંના લાલ મરચાંં ( ૧૪૪ મિલિગ્રામ) વિટામિન C વડે સમૃધ્ધ છે, પુખ્ત વયની વ્યક્તિને દૈનિક ૭૦ થી ૯૦ મિલિગ્રામ વિટામિન C જોઈએ. એક નારંગી એટલા સપ્લાય માટે પુરતી છે, રોજીંદા ખોરાકમાં રહેલાં વિટામિન A,D તથા E કેટલી માત્રામાં સ્વીકારવી તે શરીરતંત્ર પોતે નક્કિ કરે છે, ઈષ્ટતમ માત્રામાં તેઓ ચયાપચય દરમિયાન ગ્રહણ થાય છે, માટે તેમના ઓવરડોઝનો પ્રશ્ન રહેતો નથી, વિટામિનની ગોળીઓ ખાઓ ત્યારે ડોઝના નિયમનની વિધિ બાયપાસ થાય છે. વધારાનો પુરવઠો લીવરમાં જતો રહે છે અને ત્યાંં જમા થયા કરે છે, લાંબે ગાળે તેની માઠી અસરો વેઠવી પડે છે, રોજના ૨૫ મિલિગ્રામ જેટલું વિટામિન A સળંગ છ મહિના સુધી લેવામાં આવે તો શરીરને ઝેરી અસર / vitamin A toxicity વરતાવા માંડે છે. માથાના વાળ ખરે છે, દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, ક્યારેક અહીંતહીં ત્વચા પણ નીકળી જાય છે. વિટામિન C અંગે
સવાલ : અમેરિકન પ્રમુખ માટે વ્હાઈટ હાઉસ તથા કેમ્પ ડેવિડ એમ બે નિવાસસ્થાનો છે, તો ભારતના રાષ્ટ્રપતિ માટે દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત બીજો આવાસ છે કે નહિ ? જવાબ : માત્ર બે નહિ, ત્રણ સત્તાવાર આવાસો છે. વિશાળતામાં અને ભવ્યતામાં રાષ્ટ્રપતિ ભવન પછી બીજા નંબરે આવતું નિવાસસ્થાન હૈદરાબાદ પાસેનું રાષ્ટ્રપતિ નિલયમ છે, (નિવાસસ્થાનને તેલુગુ ભાષામાં નિલયમ કહે છે) ઈ.સ ૧૮૬૦ દરમિયાન હૈદરાબાદના નિઝમે ૯૦ એકરના પ્લોટ પર બંધાયેલા મહેલાત જેવા મકાનમાં ૨૪ મોટા ઓરડા છે, રાષ્ટ્રપતિનો ત્રીજો આવાસ સિમલામાં છે, જે રિટ્રીટ તરીકે ઓળખાય છે .
સવાલ : રક્તદાન કરનાર વ્યક્તિ વધુમાં વધુ કેટલું લોહી આપી શકે છે ? જવાબ : તંદુરસ્તી સારી હોય તો પણ અડધા લીટર કરતાં વધુ નહી. શરીરને એ કમી પૂરી કરવામાં વધારે સમય લાગતો નથી, કેમ કે અસ્થિમજ્જા દર મિનિટે ૧,૪૦,૦૦૦ રક્તકણો બનાવી નાખે છે, જેમનું સરેરાશ આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે. આમ છતાં રક્તદાન કરી ચુકેલા વ્યક્તિએ ત્રણ મહિના સુધી લોહી ન આપવું જોઈએ.
સવાલ : ઉંમર વધે તેમ માનવમગજના કદમાં ફરક પડતો હોય છે ? જવાબ : પુખ્તવયે પહોંચેલી વ્યક્તિના  મગજની સરખામણીએ નવજાત બાળકનુંં મગજ લગભગ ત્રીજા ભાગનું કદ ધરાવે છે. પુખ્તવ્યક્તિની બ્રેઈન‌‌‌‌‌‌‌-ટુ‌- બોડી રેશિયો જોડે સરખામણી કરો તો ર પ્રમાણમાપે બાળકનું મગજ તેનાં શારીરિક બાંધાને ધ્યાનમાં લેતાં ખાસ્સું મોટું હોય છે. ઉંમર લગભગ ૧૮ વર્ષની થાય ત્યાં સુધી મગજનું કદ વધતું રહે છે. આ સમયગાળા દરમિયાન ચેતાકોષો વચ્ચે જોડાણો સ્થપાય છે.
પ્રશ્ન : વિફરેલી મધમાખીઓ ધુમાડાની અસર નીચે કેમ શાંત પડી જાય છે ? જવાબ : મધમાખીની જમાતમાં ઘણોખરો સંદેશાવ્યવહાર ગંધ વડે ચાલે છે. સંદેશાનું અર્થઘટન ગંધના પ્રકાર મુજબ એટલે કે તેમાં રહેલા જે તે કેમિકલ મુજબ કરાય છે. કોઇ ખતરાનો અણસાર મળે ત્યારે મધમાખીઓ બે ગંધદ્રવ્યો હવામાં ફેલાવે છે, આ બંને કોમિકલ્સ મધપૂડાની બધી મધમાખીને એકજૂથ કરે છે એટલું જ નહિ, પણ તેમને આક્રમક બનાવે છે. ઝનૂને ચડેલા આવા ઝૂંડ પાસે ધૂમાડો કરો ત્યારે ગંધદ્રવ્યોની તિવ્રતા ઓછી થાય છે આથી ઉશ્કેરાયેલી મધમાખીઓનો ઉભરો આપોઆપ શમવા લાગે છે. વાતાવરણમાં ગંધદ્રવ્ય હોવા છતાં પરખાય નહિ, એટલે વલણ આક્રમક રહેતું નથી. ધુમાડાની અસર જોકે ૨૦ મિનિટ સુધી જ ટકે છે. મધમાખીઓની ગ્રહણ ઈંદ્રિયો ત્યારબાદ પોતાની ગંધદ્રવ્યો પ્રત્યેની સંવેદંશીલતા ફરી ધારણ કરે છે અને ઝૂંડ પાછું આક્રમક મૂડ્માં આવી જાય છે. 
પ્રશ્ન : સમુદ્ર સપાટીથી જે તે શહેરની ઊંચાઇ તેના કયા ભૌગોલિક સ્થળને અનુલક્ષી માપવામાં આવે છે. જવાબ : શહેરની જનરલ પોસ્ટ ઓફિસ તે શહેરના ભૌગોલોક સ્થાનનું અધિકૃત સરનામું લેખાય, માટે સમુદ્ર સપાટીથી ઊંચાય તેના સંંદર્ભે માપવાનો ધારો છે, બે શહેર વચ્ચેનું કિલોમીટરમાં લખેલું અંતર પણ એ જ રીતે તેમની જનરલ પોસ્ટ ઓફિસો વચ્ચેનું અંતર દર્શાવે છે.
પ્રશ્ન : માનવશરીરનું સૌથી લાંબું હાડકું કયું છે? સૌથી ટૂંંકું હાડકું કયું છે? જવાબ : પુખ્તવયની વ્યક્તીના શરીરમાં બધાં મળીને કુલ ૨૦૬ હાડકા છે, તે પૈકી સાથળનું ફેમુર નામનું હાડકું સૌથી મોટું છે. થાપાને ઘૂંટણ સાથે જોડતું એ હાડકું સરેરાશ ૫૦ સેન્ટિમીટર લાંબુ હોય છે. સૌથી નાનું હાડકું મધ્યવર્તી કાનમાં આવેલું માત્ર ૩ મીલીમીટર લાંબું સ્ટીર્રપ છે. જે શ્રાવ્ય અવાજનાં મોંજાની ફ્રિકવન્સી મુજબ કંંપની આંતરિક કાન તરફ એ કંપસંંખ્યાંંને પાસ-ઓન કરે છે.
પ્રશ્ન : ઉત્તરાંચલમાં યમનોત્રી જેવાં યાત્રાધામો પર હવામાન ઠંડું હોવા છતાં શિયાળા દરમિયાન પણ ત્યાં ગરમ પાણીના ઝરા કેમ નિકળે છે? જવાબ : ભૂસ્તરિય સંજોગોને હવામાન સાથે કશો સંબંધ નથી. હિમાલયમાં વરસાદ પડે કે હિમ પીગળે ત્યારે કેટલુંક પાણી તિરાડો મારફતે ભૂગર્ભમાં જતું રહે છે. ત્યારે સેંકડો મીટર નીચેના ગરમ ખડકો તેને ક્યારેક ૧૫૦ અંશ સેલ્શિયસ જેટલું તપાવી મૂકે છે, ઉત્કલન બિંદુ કરતાં એ તાપમાન દોઢ ગણું હોવા હોવા છતાં બનવાજોગ છે કે ભારે દબાણ વચ્ચે એ પાણી ઉકળે નહિ. કોઇવાર મોકળી જગ્યા મળતાં તે ઓચિંતા વિસ્તરણ સાથે ઉકળવાનું શરૂ કરી દે છે, અમુક પાણી વરાળમાં ફેરવાય અને તે વરાળ બાકીના પાણીને ઉપર ભૂસપાટી તરફ ધકેલી દે. આ જાતની વણઅટકી ઘટમાળ જ્યાં સ્થપાય ત્યાં ગરમ પાણીના બારમાસી ઝરા જોવા મળે છે.
Image
પ્રશ્ન : વિશ્વના સાત ખંડોના નામ શેના આધારે પાડવામાં આવ્યા? જવાબ: સાત ખંડો પૈકી એશિયાનું નામ બેબીલોનની અસીરિયન ભાષાના અસુ શબ્દના આધારે પડ્યું હોવાનું જણાય છે. આ ભાષામાં અસુનો મતલબ છે પૂર્વ ,સદીઓ પહેલા ભૌગોલિક શોધખોળો કરનાર યુરોપી સાહસિકોએ યુરોપની પૂર્વ તરફના પ્રદેશને અસુ તરીકે ઓળખાવ્યા પછી તેનું અપભ્રંશ થતાં એશિયા શબ્દ રચાયો હોય એવું કદાચ બને. ગ્રીક ભાષામાં પણ અસુ પૂર્વ દિશાની ભૂમિ માટે વપરાતો શબ્દ છે, માટે એશિયા શબ્દ તેના મૂળ સ્વરૂપે ગ્રીક ભાષાનો હોય તેવું પણ બની શકે.આફ્રિકાનું નામ 16 મી સદીના આરંભે યુરોપી પ્રવાસી લિઓ આફ્રિકાનસે તે ખંડ વિષે લખેલા Discrittione dell Africa એવા શીર્ષકવાળા ગ્રંથના પગલે અપનાવાયું છે, જયારે ઉત્તર તથા દક્ષિણ અમેરિકા ખંડો ઇટાલિયન સાગરખેડુ અમેરિગો વેસ્પુસીની યાદમાં અમેરિકા કહેવાય છે.                     એન્ટાર્કટિકા શબ્દમાં આર્કટિક  મૂળભૂત રીતે ગ્રીક શબ્દ છે, જેનો અર્થ 'Bear/ધ્રુવમત્સ્યની વિરૂદ્ધ દિશામાં' એવો થાય છે. ધ્રુવના તારવાળું ધ્રુવમત્સ્ય નક્ષત્ર ઉત્તર ધ્રુવ ઉપર હોય છે, માટે ગ્રીકોએ દક્ષિણ ધ્રુવ ખંડના અસ્તિત્વનું માત્ર અનુમાન કરી તેને એન્