પ્રશ્ન : વિશ્વના સાત ખંડોના નામ શેના આધારે પાડવામાં આવ્યા?

જવાબ: સાત ખંડો પૈકી એશિયાનું નામ બેબીલોનની અસીરિયન ભાષાના અસુ શબ્દના આધારે પડ્યું હોવાનું જણાય છે. આ ભાષામાં અસુનો મતલબ છે પૂર્વ,સદીઓ પહેલા ભૌગોલિક શોધખોળો કરનાર યુરોપી સાહસિકોએ યુરોપની પૂર્વ તરફના પ્રદેશને અસુ તરીકે ઓળખાવ્યા પછી તેનું અપભ્રંશ થતાં એશિયા શબ્દ રચાયો હોય એવું કદાચ બને. ગ્રીક ભાષામાં પણ અસુ પૂર્વ દિશાની ભૂમિ માટે વપરાતો શબ્દ છે, માટે એશિયા શબ્દ તેના મૂળ સ્વરૂપે ગ્રીક ભાષાનો હોય તેવું પણ બની શકે.આફ્રિકાનું નામ 16 મી સદીના આરંભે યુરોપી પ્રવાસી લિઓ આફ્રિકાનસે તે ખંડ વિષે લખેલા Discrittione dell Africa એવા શીર્ષકવાળા ગ્રંથના પગલે અપનાવાયું છે, જયારે ઉત્તર તથા દક્ષિણ અમેરિકા ખંડો ઇટાલિયન સાગરખેડુ અમેરિગો વેસ્પુસીની યાદમાં અમેરિકા કહેવાય છે.

                    એન્ટાર્કટિકા શબ્દમાં આર્કટિક  મૂળભૂત રીતે ગ્રીક શબ્દ છે, જેનો અર્થ 'Bear/ધ્રુવમત્સ્યની વિરૂદ્ધ દિશામાં' એવો થાય છે. ધ્રુવના તારવાળું ધ્રુવમત્સ્ય નક્ષત્ર ઉત્તર ધ્રુવ ઉપર હોય છે, માટે ગ્રીકોએ દક્ષિણ ધ્રુવ ખંડના અસ્તિત્વનું માત્ર અનુમાન કરી તેને એન્ટાર્કટિકા (યાને કે એન્ટી આર્કટિકા) નામ આપ્યું. (ગ્રીકો એમ માનતા કે ઉત્તર ગોળાર્ધના વિશાલ ખંડો સામે બેલેન્સ સ્થાપિત કરતો એકાદ મોટો ખંડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં હોવો જોઈએ.) પ્રાચીન ગ્રીસના લોકો માટે એશિયા, આફ્રિકા કે એન્ટાર્કટિકા જેવા પ્રદેશો દૂરદરાજના ગણાતા, એટલે સ્વાભાવિક છે કે તેઓ પોતે જ વિશાલ પ્રદેશમાં વસતા તેને યુરોપા અર્થાત મુખ્ય ભૂમિ/mainland એવું  નામ તેમણે આપ્યું. છેલ્લે ઓસ્ટ્રેલિયા ખંડના નામનું મૂળ તપાસો તો એ ગ્રીક ભૂગોળશાસ્ત્રી ટોલમીએ ઇ.સ 100 ના અરસામાં દક્ષિણ ગોળાર્ધમાં અપમાનિત ખંડ માટે વાપરેલા Terra Australia Incognita એવા શબ્દોમાં રહેલું છે. ( લેટીન શબ્દનો અર્થ : દક્ષિણની અજાણી ભૂમી) અઢારમી સદીમાં બ્રિટિશ વહાણવટી કેપ્ટ્ન જેમ્સ કૂકે સાચે જ દક્ષિણ ગોળાર્ધની દરિયાઇ સફર દરમ્યાન અજાણ્યો ખંડ શોધી કાઢ્યો, જેને છેવટે ઑસ્ટેલિયા નામ આપવામાં આવ્યું.

Comments

Popular posts from this blog