પ્રશ્ન : કાચા શીંગદાણાને હંમેશા રેતીમાં શેકવા પડે તેનું કારણ શું ?


જવાબ : ખોરાકને શેકવાની, તળવાની, બાફવાની અને સાંતળવાની ક્રિયા આમ તો સરખી જ ગણાય, કારણ કે દરેકની પાછળનો હેતું ખોરાકને બધી તરફથી સમાન ગરમી આપીને રાંધવાનો હોય છે. શેકવાની ક્રિયા વખતે પૂરેપૂરા ખોરાકને એકસરખી ગરમી ત્યારે જ આપી શકાય કે જ્યારે રોટલીની જેમ તેની પૂરેપૂરી સપાટીને ગરમીના સ્ત્રોતના સંપર્કમાં લાવીએ। શીંગદાણા ગોળ હોવાને લીધે તવા પાર તેને બધી તરફ સમાન ધોરણે ઉષ્મા ન આપી શકાય, માટે તેને સંપૂર્ણપણે આવરી લેતું ઉષ્માંવાહક માધ્યમ જરૂરી છે. રેતી ઉત્તમ માધ્યમ છે, બહુ થોડા સમયમાં પુષ્કર ગરમીને તે ગ્રહણ કરી લે છે એટલું જ નહિ, પણ ગરમીને લાંબો સમય જાળવી રાખે છે. આથી શીંગદાણા એકસરખા શેકાય છે.

Comments

Popular posts from this blog