પ્રશ્ન : ગીધ જાતે શિકાર કરતુ નથી ? મૃત પ્રાણીના કોહેલાં મરદામાં ખદબદતા બિક્ટેરિયા તથા બીજા જીવાણુંઓ સામે ગીધ કેવી રીતે સુરક્ષિત રહી શકે છે ?



જવાબ : ગીધની વસ્તી મુખ્યત્વે સાબર, જંગલી ભેંસ, વાંદરા, હાથી, ઝેબ્રા, ચિંકારા વગેરે જેવા વનસ્પત્યાહારી જાનવરોના આવાસી પ્રદેશોમાં જોવા મળે છે. જેમને ફાડી ખાવું ગીધ માટે શક્ય નથી. આ વનસ્પત્યાહારી સજીવોનો શિકાર કરનાર સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, વરૂ, જંગલી કૂતરા વગેરે માંસાહારીઓને પણ ગીધ પોતાનો શિકાર બનાવી શકે નહિ, આથી ગીધે કુદરતી રીતે મરેલા અથવા તો માંસાહારીએ શિકાર કર્યા બાદ   એંઠવાડ તરીકે બાકી રાખેલા મૃતદેહો પાર નભવું પડે છે. દિવસો જૂનો અને બેક્ટેરિયા તથા કીડા વડે સડતો મૃતદેહ પણ ગીધ  માટે વર્જિત નથી, ગીધને નેચરલ સિલેક્શન દ્વારા તેમની  પર્યાપ્ત સુરક્ષાતંત્ર મળ્યું છે, (1) ગીધની હોજરીના પાચકરસો આપણી હોજરીના પાચકરસો કરતા 10 ગણા વધુ તેજાબી છે, બેક્ટેરિયા તથા કીડા તેમની જીરવી શકતા નથી. (2) કોહેલાં મૃતદેહમાં જે પણ ઝેરી દ્રવ્યો પેદા થયા હોય તેમને ગીધની અન્નનળીની આંતરત્વચા જ ઘણાખરા અંશે શોષી તેમને અસરહીન બનાવી દે છે. તેથી ગીધ સડેલા ખોરાક ખાઈને પણ સુરક્ષિત રહી શકે છે.
 


Comments

Popular posts from this blog