પ્રશ્ન : વિફરેલી મધમાખીઓ ધુમાડાની અસર નીચે કેમ શાંત પડી જાય છે ?


જવાબ : મધમાખીની જમાતમાં ઘણોખરો સંદેશાવ્યવહાર ગંધ વડે ચાલે છે. સંદેશાનું અર્થઘટન ગંધના પ્રકાર મુજબ એટલે કે તેમાં રહેલા જે તે કેમિકલ મુજબ કરાય છે. કોઇ ખતરાનો અણસાર મળે ત્યારે મધમાખીઓ બે ગંધદ્રવ્યો હવામાં ફેલાવે છે, આ બંને કોમિકલ્સ મધપૂડાની બધી મધમાખીને એકજૂથ કરે છે એટલું જ નહિ, પણ તેમને આક્રમક બનાવે છે. ઝનૂને ચડેલા આવા ઝૂંડ પાસે ધૂમાડો કરો ત્યારે ગંધદ્રવ્યોની તિવ્રતા ઓછી થાય છે આથી ઉશ્કેરાયેલી મધમાખીઓનો ઉભરો આપોઆપ શમવા લાગે છે. વાતાવરણમાં ગંધદ્રવ્ય હોવા છતાં પરખાય નહિ, એટલે વલણ આક્રમક રહેતું નથી. ધુમાડાની અસર જોકે ૨૦ મિનિટ સુધી જ ટકે છે. મધમાખીઓની ગ્રહણ ઈંદ્રિયો ત્યારબાદ પોતાની ગંધદ્રવ્યો પ્રત્યેની સંવેદંશીલતા ફરી ધારણ કરે છે અને ઝૂંડ પાછું આક્રમક મૂડ્માં આવી જાય છે. 

Comments

Popular posts from this blog