સવાલ
: પાનખરીયા વૃક્ષોના પાંદડાં  દર વર્ષે ખરી પડે છે, તો ચિરહરિત/EVERGEEN વૃક્ષો કેમ પાંદડાં કદી ખેરવાતાં નથી ? 



જવાબ : ચિરહરિત કહેવાતા વૃક્ષોનાં પાંદડાં સદા ટકી રહે છે એ ધારણા સાચી નથી. પાંદડાં તેમના પણ ખરે છે, પરંતુ સામટાં નહિ, વારાપ્રમાણે ખરવાનો ક્રમ બારેમાસ ચાલતો રહે છે. આ વૃક્ષો પાનખર ઋતુમાંય પાંદડા વડે ભરચક દેખાવને લીધે EVERGREEN કહેવાયા છે. જ્યારે સાંચી વાત એ છે કે સરેરાશ પાંદડું બે - ત્રણ વર્ષથી લાંબો સમય ટકતું નથી, બહુ થોડાં વૃક્ષો એવા છે કે જેમના પાંદડા ચાર કે પાંચ વર્ષ સુધી ખરે નહિ. ઉષ્ણકટિબંધમાં થતા ઘણાખરા EVERGREEN વૃક્ષોના પાંદડાં ખેરાઉ વૃક્ષોના પાંદડાં કરતાં વધુ જાડાં  અને રબ્બરિયાં  હોય છે. જ્યારે શીતકટિબંધમાં ચીડ જેવા EVERGREEN વૃક્ષો ત્યાંના ઠંડા તેમજ સૂકા હવામાનને અનુલક્ષી સોય આકારના પાંદડા ધરાવે છે, બેઉ જાતના વૃક્ષો તેમના પાંદડાં ખેરવાતાં રહે છે.

Comments