પ્રશ્ન : વનસ્પતિ સૂર્યકિરણો વડે પ્રકાશ સંશ્લેષણ કરે એ રીતે ઇલેક્ટ્રિક લાઈટના કૃત્રિમ પ્રકાશ વચ્ચે ખોરાક બનાવવાની તે ક્રિયા ચલાવી શકે કે નહિ ?


જવાબ : પ્રકાશની તરંગ લંબાઈ 300 થી 700 નાનોમીટર વચ્ચેની હોય એટલું વનસ્પતિ માટે પૂરતું .છે. ( 1 નેનોમીટર એટલે મીટરનો એક અબજમો ભાગ) વનસ્પતિની સારી વૃદ્ધિ ટ્યુબલાઈટને બદલે વિદ્યુત બલ્બના પ્રકાશ નીચે થાય, કેમ કે બલ્બના ઘણા ખરાં પ્રકાશકિરણો વનસ્પતિને માફક આવતાં 550 થી 700 નેનોમીટરના હોય છે, ટ્યુબલાઈટના ઓછી તરંગ લંબાઈના કિરણો નીચે વનસ્પતિ જરા કુંઠિત રહે છે. આજકાલ નવી અને ક્રાંતિકારી ખેતીપદ્ધતિ મુજબ બહુમાળી મકાનોના દરેક મજલે  સ્થાપવામાં આવતા માટી રહિત હાઇડ્રોપોનિક ફાર્મ માટે LEDનો કૃત્રિમ પ્રકાશ જ વપરાય છે. શાકભાજીના છોડની વૃદ્ધિનો ક્રમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ ચાલુ રહે છે. હવે જમાનો આવા  Vertical farming નો છે.

Comments

Popular posts from this blog