Posts

Showing posts from December, 2018
Image
સવાલ : મનુષ્યના લોહીનું બંધારણ કેવું છે ? મુખ્ય ઘટકો કેટલાં ? અને તેમનું પ્રમાણ કેટલું ? જવાબ : લોહીના ત્રણ ઘટકો અનુક્રમે પ્લાંઝમા, શ્વેતકણો અને રક્તકણો છે. પ્રોટીન વડે સમૃદ્ધ અને પ્રવાહી સ્વરૂપના પ્લાઝમાનું મૂળભૂત કાર્ય રક્તકણોને તથા શ્વેતકણોને શરીરમાં ફરતા રાખવાનું છે. લોહી પોતે તેના 55% જેટલી માત્રાના પ્લાઝમાને લીધે પ્રવાહી રહે છે. શ્વેતકણોનું પ્રમાણ ફક્ત 1% છે. આમ છતાં તેઓ ચેપના હુમલા સામે લડતા સૈનિકો જેવા છે અને શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.  શ્વેતકણોની સરેરાશ આવરદા નવ કલાકથી વધારે નથી, પણ તેમના સ્થાને નવા કણો સતત બનતા રહે છે. લોહીના ત્રીજા ઘાતક રક્તકણોનું પ્રમાણ કુલ જથ્થાના 45% જેટલું છે. દરેક શ્વેતકણ દીઠ લગભગ 700 રક્તકણો છે. માટે લોહીના એવરેજ ટીપામાં તો લગભગ 30 કરોડ હોય છે, શારીરિક કોષોને ઓક્સિજનની ડિલિવરી લેતા રક્તકણો લગભગ `120 દિવસનું આયુષ્ય ભોગવે છે.  વિસર્જિત કણોની ખોટ પૂરવા હાડકાની મજ્જા દર સેકન્ડે આશરે 20,00,000 નવા રક્તકણો પેદા કરે છે. બરોળમાં મૃત્યુ પામતા રક્તકણો લીવરમાં તથા પિત્તાશયમાં અને ત્યાર બાદ પિત્ત સાથે આંતરડામાં જાય છ
Image
સવાલ : ફ્લેમિંગો અને બગલા જેવા અમુક પક્ષીઓ ઘણીવાર એક પગે કેમ ઉભા રહે છે ? જવાબ : એક પગે ઊભતું પક્ષી બીજો પગ પણ ઉંચકી લે તો ગબડી પડે તે ખુલાસો જોક તરીકે સારો છે, પરંતુ વધુ મજા સાયન્ટિફિક જવાબમાં રહેલી છે. એક પગે સમાધિ લગાવવાનું ફ્લેમિંગો અર્થાત સુરખાબ, માછીમાર બગલા, ટીટોડી, તુટવારી વગેરે લાંબા પગવાળા પક્ષીઓ માટે ખાસ જરૂરી બન્યું છે. શિયાળુ હવામાન વખતે આવાં પંખીડાઓએ તેમના શરીરનો ખાસ્સો ગરમાટો લાંબા પગ દ્વારા ગુમાવવાનો થાય, કારણ કે હૂંફાળા લોહીનું વહન કરતી રક્તવાહિનીઓ પગની ત્વચા પાસે છે. ઉષ્માનું વધુ પડતું ઉત્સર્જન રોકવા માટે કેટ્લીક સ્પીસીસનાં પંખીડા તેમના પગમાં કાઉન્ટર કરન્ટ સિસ્ટમ ધરાવે છે. ધમનીઓ અને નસો પરસ્પર ગૂંથાયેલી હોય છે. ધડથી પગ તરફ આવતું ગરમ લોહી પગથી ધડ તરફ જતા ઠંડી હવામાં કો ઠંડા પાણીમાં ટૂંક સમય માટે કાર્યક્ષમ નીવડે, પણ લાંબા સમયે શારીરિક ઉષ્માનું નેટ બેલેન્સ ઘટ્યા વગર રહેતું નથી.  સુરખાબ જેવાં પંખીડા એટલા માટે તેમનો ડાબો યા જમણો પગ સંકોરી હૂંફાળા પેટાળના ઇન્સ્યુલેટર પીંછા વચ્ચે ડાબી રાખે છે. પરિણામે તેમના પૂરતો હિટ લોસ થતો નથી. ઉષ્મા સંચયના મુદ્દાને ઉલટ રીતે
Image
સવાલ : રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો શો રીતે ભોગ લેવાય છે? જવાબ : સૌ પહેલા રેશમનું ફૂદું શેતૂરના વૃક્ષના કૂણાં પાંદડા પાર સામટા 400 ઇંડા મૂકે છે. જેમાંથી આશરે 10 દિવસે લાર્વાના સ્વરૂપે બહાર આવતી લગભગ અડધો સેન્ટિમીટર લાંબી ઈયળ પેટપૂજા માટે પાંદડા કોતરવાનું શરૂ કરે છે. રેશમની ઈયળને ફક્ત શેતૂર વૃક્ષના પાંદડા જોઈએ, બીજા વૃક્ષના ન ચાલે, દરેક ઈયળ પોતાના મૂળ વજન કરતા 50,000 ગણો ખોરાક આરોગીને ચારથી છ સપ્તાહમાં 5 સે.મી લાંબી થાય, એટલે ખાવાનું બંધ કરે અને પોતાની લાળ ગ્રંથિ વાટે પ્રોટીનના બનેલા રેષા કાઢી અને શરીરની બધી તરફ તેની આંટા ચઢાવી પોતાના સ્વૈચ્છિક કારાવાસ માટેનો કોશેટો બનાવવા માંડે, આ રેશમી ધાગા બહાર નીકળે ત્યારે ભીના અને નરમ હોય છે પણ સૂકાયા બાદ એટલી મજબૂતી ધારણ કરે કે રેશમી કાપડનું મલ્ટી લેયર જાકીટ બૂલેટરોધક તરીકે લગભગ બખ્તર જેવું કામ આપે છે. કોશેટોમાં રેશમનો કીડો એકાદ સપ્તાહમાં કાયાપલટ પામી ફૂદાનું સ્વરૂપ મેળવે છે, પણ તેનું સ્થાન જો રેશમી કાપડના ગૃહ ઉદ્યોગ કેન્દ્રમાં હોય તો તેને કોશેટાની બહાર જીવતા નીકળવાનો અવસર મળતો નથી. ઉકળતા પાણીંમાં થોકબંધ કોશેટાને નાખી ફૂદાન
Image
સવાલ : નસકોરી ફૂટવાનું કારણ શું ? માથા પાર એ વખતે પાણી કેમ રેડવામાં  છે ? જવાબ : નસકોરાંની આંતરિક સપાટી રચતી શ્ર્લેષમ ત્વચામાં અનેક સૂક્ષ્મ રક્તવાહિનીઓ આવેલી છે, આ ત્વચા સાધારણ રીતે ભીની રહે છે, અને રહેવી પણ જોઈએ, ઉનાળાના સખત તાપ વખતે ગરમ હવા અગર તો શિયાળા દરમિયાન બહુ સૂકી હવા શ્વાસમાં જાય ત્યારે શ્ર્લેષમ ત્વચા પોતાનો કુદરતી ભેજ ગુમાવે છે, સૂકાઈને તે ચીમળાઈ જાય અને પછી જયારે ફાટે છે રક્તવાહિનીઓ પણ અકબંધ રહેવા પામતી નથી, રક્તસ્ત્રાવ શરૂ થાય છે, થોડીવાર પછી અટકે છે, પણ એ માથે ઠંડુ પાણી રેડવાને કારણે નહિ. લોહી આપોઆપ ગંઠાય છે. આમછતાં રક્તસ્ત્રાવ ચાલુ રહે તો સારો ઉપાય માથું સહેજ આગળ નમાવી બેય નસકોરાને આંગળી તેમજ અંગૂઠા વડે દસેક મિનિટ દાબી રાખવાનો છે.
Image
પ્રશ્ન : બાળકો જેને 'ડોશીના વાળ' કહે છે તે રેષાદાર ગુચ્છા જેવી કોટન કેન્ડી શી રીતે બનાવાય છે? જવાબ : કોટન કેન્ડીનો દેખાવ સહેજ કુતૂહલ જગાડે તેવો લાગે પણ તે બનાવવા માટે વપરાતી યંત્રસામગ્રી સાવ પ્રાથમિક રચનાવાળી હોય છે. લારીવાળાઓ કે ફેરિયાઓ ઇન્સ્ટન્ટ રીતે થોડી જ  સેકન્ડોમાં તે બનાવી આપે છે. પહેલા તો ખાંડને ગરમી વડે પીગળી ઘટ્ટ પ્રવાહી સ્વરૂપ આપે છે. આ ગળ્યા રગડાને રૂની પૂણીની જેમ 'કાંતવા' માટે તેને બારીક કાણાંવાળા સાધન દ્વારા પસાર કરાય છે. રેંટિયાનું ચક્ર ફરે એ જ રીતે ચાકગતિએ ફરતું ચક્ર રગડાને  કાણાંની સોંસરવું બહાર ધકેલાતું રહે છે, ફ્લેવર અને રંગ ભેળવેલ પ્રવાહીના તાંતણા બહાર નીકળે ત્યારે ગરમ હોય પણ જોતાજોતામા ઠરીને ઘન સ્વરૂપ પકડે છે, ઠરતાં પહેલા ફેરિયો કે લારીવાળો તેનું વાળના ગુચ્છા જેવું વિંટલું કરી લે છે, કોટન કેન્ડીને પીગળી નાખો તો જણાય કે એકાદ બે ચમચી કરતાં વધુ ખાંડનો વપરાશ થયો નથી.
Image
દેખાવમાં સરખા લાગતા દીપડા અને ચિત્તામાં શું ફરક છે? બંને જનાવરો એક્બીજાથી ઘણી રીતે જુદા પડે છે દીપડાને ચારથી પાંચ કાળા ચાંઠાવાળા ગુલ હોય છે, જ્યારે ચિત્તાને  ગોળ ભરાવદાર ટપકું હોય છે, ઉપરાંત ચિત્તાની આંખો દ્વારા બેય તરફ ચહેરા પર કાળી શેર નીકળે છે, જો દીપડાને નથી, બેઉની રહેણીકહેણી અને રીતભાત પણ અલગ છે, દીપડો ગાઢ વનનું પ્રાણી છે અને ઝાડી ઓથે ગુપચુપ રીતે સરકીને શિકારની નજીક પહોંચી ઓચિંતી તરાપ મારે છે, વધેલા ભોજનને બીજીવારના ભોજન માટે ઉંચા ઝાડની ડાળે રાખી મૂકે છે, ચિત્તો ખુલ્લા વગાડાનું પ્રાણી છે અને શિકાર પાછળ દોટ મૂકી તેને ઝપટમાં લે છે, વધેલું મારણ રાખી મૂકવાની તેને આદત નથી, વળી ચિત્તો બે ચારના જૂથમાં રહે છે, જયારે દીપડો એકલવાયું જીવન પસંદ કરે છે, ચિત્તાને પાળી તાલીમ આપી કેળવી શકાય છે, પણ દીપડાને નહિ દીપડો  ચિત્તો 
Image
ભારતમાં બનેલી પ્રથમ સંસ્કૃત ફિલ્મ કઈ ? કર્ણાટકના ફિલ્મ પ્રોડ્યૂસર, દિગ્દર્શક તેમજ અભિનેતા ગણપતિ વેંકટરામ ઐય્યરે 1983માં 'આદિ શંકરાચાર્ય' નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું,  જે ભારતની પ્રથમ સંસ્કૃત ફિલ્મ હતી, પંડિતો અને કલારસિકોએ તેને સીમાચિહ્ન કહીને બિરદાવી હતી 
Image
નમસ્કાર મિત્રો , હું EASY KNOWLEDGE દ્વારા રોજ તમારી સાથે આપણી આસપાસ બની ગયેલી અને બનતી વિવિધ વાતો કરવાનો નમ્ર પ્રયાસ કરવાનો છું તો તમે પણ મારા આ જ્ઞાનયજ્ઞમાં ભાગીદાર બની મારા નમ્ર પ્રયત્નને બિરદાવશો એવી આશા રાખું છું