પ્રશ્ન : ઉત્તરાંચલમાં યમનોત્રી જેવાં યાત્રાધામો પર હવામાન ઠંડું હોવા છતાં શિયાળા દરમિયાન પણ ત્યાં ગરમ પાણીના ઝરા કેમ નિકળે છે?
જવાબ : ભૂસ્તરિય સંજોગોને હવામાન સાથે કશો સંબંધ નથી. હિમાલયમાં વરસાદ પડે કે હિમ પીગળે ત્યારે કેટલુંક પાણી તિરાડો મારફતે ભૂગર્ભમાં જતું રહે છે. ત્યારે સેંકડો મીટર નીચેના ગરમ ખડકો તેને ક્યારેક ૧૫૦ અંશ સેલ્શિયસ જેટલું તપાવી મૂકે છે, ઉત્કલન બિંદુ કરતાં એ તાપમાન દોઢ ગણું હોવા હોવા છતાં બનવાજોગ છે કે ભારે દબાણ વચ્ચે એ પાણી ઉકળે નહિ. કોઇવાર મોકળી જગ્યા મળતાં તે ઓચિંતા વિસ્તરણ સાથે ઉકળવાનું શરૂ કરી દે છે, અમુક પાણી વરાળમાં ફેરવાય અને તે વરાળ બાકીના પાણીને ઉપર ભૂસપાટી તરફ ધકેલી દે. આ જાતની વણઅટકી ઘટમાળ જ્યાં સ્થપાય ત્યાં ગરમ પાણીના બારમાસી ઝરા જોવા મળે છે.

Comments
Post a Comment