સવાલ
: માણસના કાન 20 હર્ટઝ કરતાં નીચી અને 20,000 હર્ટઝથી ઊંચી કંપસંખ્યાનો અવાજ કેમ સાંભળી શકતા નથી ?


જવાબ : અવાજની પરખ કાનના પડદાની સંવેદનાશીલતા પર અવલંબે છે. અવાજનાં મોજાની ફ્રિકવન્સીંમાં કમ્પાતો પડદો પોતાની ધ્રુજારીનો ફીડબેક કાનના મધ્યવર્તિ ભાગ મારફતે આંતરિક હિસ્સાને મોકલે છે. જયાં અવાજનાં મોજાં વિદ્યુત સિગ્નલોમાં રૂપાંતર પામી મગજ તરફ આગળ વધે છે. જોવાની ક્રિયા જેમ આંખને બદલે મગજમાં થાય છે. તેમ સાંભળવાનું કાર્ય પણ કાનનું નહિ, મગજનું છે, કાન ફક્ત મગજને અવાજનો ફીડબેક આપે છે. જોને એકત્રીત કરવામાં પહેલું સ્ટેજ પડદા વડે અવાજનાં મોજાં ઝીલવાનું છે. હાઇડ્રોજન રેણુના વ્યાસ જેટલો કંપવિસ્તાર પેદા થાય એવા મંદ અવાજને પણ તે અત્યંત Low ફ્રિકવન્સીંમાં ધ્રુજીને રજીસ્ટર કરી લે છે, પરંતુ 20 હર્ટઝ કરતાં ઓછી કંપસંખ્યા ધરાવતા અવાજના નબળાં મોજાં તેને ધુજાવી શકતાં નથી. આ મોજા કાનના પદડામાં જ સ્પંદનો ન જન્માવે  એટલે મગજ સુધી સંકેત પહોંચે નહિ. ટૂંકામા, શ્રવણક્રિયા માટે 20 હર્ટઝ એ ન્યુનતમ લિમિટ છે, અધિકતમ લિમિટ 20,000 હર્ટઝ એટલા માટે છે કે કાનનો પડદો અત્યંત સ્થિતિસ્થાપક હોવાં છતાં પ્રતીસેકંડે વીસ હાજારથી વધુ દરે કંપવું તેના માટે શક્ય નથી, મનુષ્યના શ્રવણ તંત્રની ફ્રિકવન્સીં રેન્જ એ દૃષ્ટિએ 20 થી 20,000 હર્ટઝ છે, તો કૂતરો 15 થી 1,50,000ની અને વડાવાગોળ 1,000 થી 1,20,000 ની રેંજનો અવાજ સાંભળી શકે છે.

Comments

Popular posts from this blog