સવાલ : કઈ ખાદ્ય ચીજમાંથી આપણી આવશ્યકતા જેટલું વિટમિન C મળી શકે ? ઓવરડોઝ્નું જોખમ ખરું?


જવાબ : સરેરાશ ૧૦૦ ગ્રામ વજનદીઠ સૌથી વધારે વિટામિન C  જામફળમાં( ૨૨૮ મિલિગ્રામ)  હોય છે. જામફળ પછી અનુક્રમે કાળી દ્રાક્ષ ( ૨૦૦ મિલિગ્રામ), લાલ ભોલર મરચાં ( ૧૯૦ મિલિગ્રામ), તેમજ અથાણાંના લાલ મરચાંં ( ૧૪૪ મિલિગ્રામ) વિટામિન C વડે સમૃધ્ધ છે, પુખ્ત વયની વ્યક્તિને દૈનિક ૭૦ થી ૯૦ મિલિગ્રામ વિટામિન C જોઈએ. એક નારંગી એટલા સપ્લાય માટે પુરતી છે, રોજીંદા ખોરાકમાં રહેલાં વિટામિન A,D તથા E કેટલી માત્રામાં સ્વીકારવી તે શરીરતંત્ર પોતે નક્કિ કરે છે, ઈષ્ટતમ માત્રામાં તેઓ ચયાપચય દરમિયાન ગ્રહણ થાય છે, માટે તેમના ઓવરડોઝનો પ્રશ્ન રહેતો નથી, વિટામિનની ગોળીઓ ખાઓ ત્યારે ડોઝના નિયમનની વિધિ બાયપાસ થાય છે. વધારાનો પુરવઠો લીવરમાં જતો રહે છે અને ત્યાંં જમા થયા કરે છે, લાંબે ગાળે તેની માઠી અસરો વેઠવી પડે છે, રોજના ૨૫ મિલિગ્રામ જેટલું વિટામિન A સળંગ છ મહિના સુધી લેવામાં આવે તો શરીરને ઝેરી અસર / vitamin A toxicity વરતાવા માંડે છે. માથાના વાળ ખરે છે, દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, ક્યારેક અહીંતહીં ત્વચા પણ નીકળી જાય છે. વિટામિન C અંગે નિશ્ચિત રહી શકાય, કેમ કે દૈનિક ૨,૦૦૦ મિલિગ્રામ જેટલી માત્રા શરીરમાં જાય ત્યાંં સુધી માઠી અસર જણાતી નથી.

Comments

Popular posts from this blog