પ્રશ્ન : બાળકને દુધિયા દાંત હોવાનું અને તે થોડા વર્ષોમાં ખરી પાડવાનું કારણ શું ?


જવાબ : નેચરલ સિલેક્શનના નિયમ અનુસાર જે કરોડરજ્જુ ધરાવતા ઉત્ક્રાંતિની સીડીના નીચલા પગથિયે તેમેને કુદરતી રીતે નવાં દાંત ફૂટતા રહે છે, દાખલા તરીકે શાર્ક માછલીને તેના જીવનકાળ દરમિયાન સેંકડોના હિસાબે નવા દાંત મળે છે.મનુષ્યની સરખામણીએ બહુ નીચી પાયરીના આવા સજીવોના દાંત શિકારના માસનો ચક્કો કાપી લેવા માટેના છે. ચાવવાનું કાર્ય તેઓ બજાવી શકતા નથી. શાર્ક ખોરાકને ચાવ્યા વગર પરબારો ગળી જાય છે. ઉત્ક્રાંતિની સીડી પર ઉપર તરફના પ્રાણીઓ ગુમાવેલા દાંતનું નવા દાંત વડે પ્રતિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવતા નથી. મનુષ્યને તો દૂધિયાં દાંત અને કાયમી દાંત એમ માત્ર બે સેટનો લાભ મળ્યો છે. આમ છતાં મનુષ્ય એકંદરે ફાયદામાં છે. કારણ કે રચનાકીય વૈવિધ્યને લીધે તેનાં દાંત ખોરાકને કાપવાનું, ભાંગવાનું, અને ચાવવાનું કામ કરી શકે છે. 

Comments

Popular posts from this blog