સવાલ
: દીવાસળી સળગે ત્યારે વિશિષ્ટ પ્રકારની ગંધ ફેલાય છે, આમાં કયો વાયું હોય છે ?

જવાબ : દીવાસળીની ગંધ તેના ટોચકામાં વપરાયેલા પદાર્થો દ્વારા નક્કી થાય એ દેખીતું છે. એક પદાર્થ લાલ ફોસ્ફરસ છે, દીવાસળી ઘસો ત્યારે ઘર્ષણ દ્વારા જે થોડી ગરમી પેદા થાય તે ફોસ્ફરસને સળગાવવા માટે પૂરતી છે. ઑક્સિડાઈઝરનું કાર્ય બજાવતાં પોટેશિયમ ક્લોરેટનો ઑકસીજન મેળવીને દહન પામતો ફોસ્ફરસ ત્યારબાદ પોતાની ગરમી વડે તરત સલ્ફરને (ગંધકને) સળગાવે છે, સૌથી વધુ પ્રમાણ સલ્ફરનું હોય છે, એટલે દહન વખતે મુખ્યત્વે સલ્ફર ડાયોકસાઈટ વાયુ છૂટો પડે છે.  

Comments

Popular posts from this blog