સવાલ : નસકોરી ફૂટવાનું કારણ શું ? માથા પાર એ વખતે પાણી કેમ રેડવામાં  છે ?

જવાબ :નસકોરાંની આંતરિક સપાટી રચતી શ્ર્લેષમ ત્વચામાં અનેક સૂક્ષ્મ રક્તવાહિનીઓ આવેલી છે, આ ત્વચા સાધારણ રીતે ભીની રહે છે, અને રહેવી પણ જોઈએ, ઉનાળાના સખત તાપ વખતે ગરમ હવા અગર તો શિયાળા દરમિયાન બહુ સૂકી હવા શ્વાસમાં જાય ત્યારે શ્ર્લેષમ ત્વચા પોતાનો કુદરતી ભેજ ગુમાવે છે, સૂકાઈને તે ચીમળાઈ જાય અને પછી જયારે ફાટે છે રક્તવાહિનીઓ પણ અકબંધ રહેવા પામતી નથી, રક્તસ્ત્રાવ શરૂ થાય છે, થોડીવાર પછી અટકે છે, પણ એ માથે ઠંડુ પાણી રેડવાને કારણે નહિ. લોહી આપોઆપ ગંઠાય છે. આમછતાં રક્તસ્ત્રાવ ચાલુ રહે તો સારો ઉપાય માથું સહેજ આગળ નમાવી બેય નસકોરાને આંગળી તેમજ અંગૂઠા વડે દસેક મિનિટ દાબી રાખવાનો છે.

Comments

Popular posts from this blog