પ્રશ્ન : બાળકો જેને 'ડોશીના વાળ' કહે છે તે રેષાદાર ગુચ્છા જેવી કોટન કેન્ડી શી રીતે બનાવાય છે?

જવાબ : કોટન કેન્ડીનો દેખાવ સહેજ કુતૂહલ જગાડે તેવો લાગે પણ તે બનાવવા માટે વપરાતી યંત્રસામગ્રી સાવ પ્રાથમિક રચનાવાળી હોય છે. લારીવાળાઓ કે ફેરિયાઓ ઇન્સ્ટન્ટ રીતે થોડી જ  સેકન્ડોમાં તે બનાવી આપે છે. પહેલા તો ખાંડને ગરમી વડે પીગળી ઘટ્ટ પ્રવાહી સ્વરૂપ આપે છે. આ ગળ્યા રગડાને રૂની પૂણીની જેમ 'કાંતવા' માટે તેને બારીક કાણાંવાળા સાધન દ્વારા પસાર કરાય છે. રેંટિયાનું ચક્ર ફરે એ જ રીતે ચાકગતિએ ફરતું ચક્ર રગડાને  કાણાંની સોંસરવું બહાર ધકેલાતું રહે છે, ફ્લેવર અને રંગ ભેળવેલ પ્રવાહીના તાંતણા બહાર નીકળે ત્યારે ગરમ હોય પણ જોતાજોતામા ઠરીને ઘન સ્વરૂપ પકડે છે, ઠરતાં પહેલા ફેરિયો કે લારીવાળો તેનું વાળના ગુચ્છા જેવું વિંટલું કરી લે છે, કોટન કેન્ડીને પીગળી નાખો તો જણાય કે એકાદ બે ચમચી કરતાં વધુ ખાંડનો વપરાશ થયો નથી.


Comments

Popular posts from this blog