સવાલ : કઈ ખાદ્ય ચીજમાંથી આપણી આવશ્યકતા જેટલું વિટમિન C મળી શકે ? ઓવરડોઝ્નું જોખમ ખરું? જવાબ : સરેરાશ ૧૦૦ ગ્રામ વજનદીઠ સૌથી વધારે વિટામિન C જામફળમાં( ૨૨૮ મિલિગ્રામ) હોય છે. જામફળ પછી અનુક્રમે કાળી દ્રાક્ષ ( ૨૦૦ મિલિગ્રામ), લાલ ભોલર મરચાં ( ૧૯૦ મિલિગ્રામ), તેમજ અથાણાંના લાલ મરચાંં ( ૧૪૪ મિલિગ્રામ) વિટામિન C વડે સમૃધ્ધ છે, પુખ્ત વયની વ્યક્તિને દૈનિક ૭૦ થી ૯૦ મિલિગ્રામ વિટામિન C જોઈએ. એક નારંગી એટલા સપ્લાય માટે પુરતી છે, રોજીંદા ખોરાકમાં રહેલાં વિટામિન A,D તથા E કેટલી માત્રામાં સ્વીકારવી તે શરીરતંત્ર પોતે નક્કિ કરે છે, ઈષ્ટતમ માત્રામાં તેઓ ચયાપચય દરમિયાન ગ્રહણ થાય છે, માટે તેમના ઓવરડોઝનો પ્રશ્ન રહેતો નથી, વિટામિનની ગોળીઓ ખાઓ ત્યારે ડોઝના નિયમનની વિધિ બાયપાસ થાય છે. વધારાનો પુરવઠો લીવરમાં જતો રહે છે અને ત્યાંં જમા થયા કરે છે, લાંબે ગાળે તેની માઠી અસરો વેઠવી પડે છે, રોજના ૨૫ મિલિગ્રામ જેટલું વિટામિન A સળંગ છ મહિના સુધી લેવામાં આવે તો શરીરને ઝેરી અસર / vitamin A toxicity વરતાવા માંડે છે. માથાના વાળ ખરે છે, દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, ક્યારેક અહીંતહીં ત્વચા પણ નીકળી જાય છે. વિટામિ...
જવાબ : લોહીના ત્રણ ઘટકો અનુક્રમે પ્લાંઝમા, શ્વેતકણો અને રક્તકણો છે. પ્રોટીન વડે સમૃદ્ધ અને પ્રવાહી સ્વરૂપના પ્લાઝમાનું મૂળભૂત કાર્ય રક્તકણોને તથા શ્વેતકણોને શરીરમાં ફરતા રાખવાનું છે. લોહી પોતે તેના 55% જેટલી માત્રાના પ્લાઝમાને લીધે પ્રવાહી રહે છે. શ્વેતકણોનું પ્રમાણ ફક્ત 1% છે. આમ છતાં તેઓ ચેપના હુમલા સામે લડતા સૈનિકો જેવા છે અને શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. શ્વેતકણોની સરેરાશ આવરદા નવ કલાકથી વધારે નથી, પણ તેમના સ્થાને નવા કણો સતત બનતા રહે છે.
લોહીના ત્રીજા ઘાતક રક્તકણોનું પ્રમાણ કુલ જથ્થાના 45% જેટલું છે. દરેક શ્વેતકણ દીઠ લગભગ 700 રક્તકણો છે. માટે લોહીના એવરેજ ટીપામાં તો લગભગ 30 કરોડ હોય છે, શારીરિક કોષોને ઓક્સિજનની ડિલિવરી લેતા રક્તકણો લગભગ `120 દિવસનું આયુષ્ય ભોગવે છે. વિસર્જિત કણોની ખોટ પૂરવા હાડકાની મજ્જા દર સેકન્ડે આશરે 20,00,000 નવા રક્તકણો પેદા કરે છે. બરોળમાં મૃત્યુ પામતા રક્તકણો લીવરમાં તથા પિત્તાશયમાં અને ત્યાર બાદ પિત્ત સાથે આંતરડામાં જાય છે, જયાંથી અંતે તેમનો નિકાલ થાય છે.
Popular posts from this blog
સવાલ : રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો શો રીતે ભોગ લેવાય છે? જવાબ : સૌ પહેલા રેશમનું ફૂદું શેતૂરના વૃક્ષના કૂણાં પાંદડા પાર સામટા 400 ઇંડા મૂકે છે. જેમાંથી આશરે 10 દિવસે લાર્વાના સ્વરૂપે બહાર આવતી લગભગ અડધો સેન્ટિમીટર લાંબી ઈયળ પેટપૂજા માટે પાંદડા કોતરવાનું શરૂ કરે છે. રેશમની ઈયળને ફક્ત શેતૂર વૃક્ષના પાંદડા જોઈએ, બીજા વૃક્ષના ન ચાલે, દરેક ઈયળ પોતાના મૂળ વજન કરતા 50,000 ગણો ખોરાક આરોગીને ચારથી છ સપ્તાહમાં 5 સે.મી લાંબી થાય, એટલે ખાવાનું બંધ કરે અને પોતાની લાળ ગ્રંથિ વાટે પ્રોટીનના બનેલા રેષા કાઢી અને શરીરની બધી તરફ તેની આંટા ચઢાવી પોતાના સ્વૈચ્છિક કારાવાસ માટેનો કોશેટો બનાવવા માંડે, આ રેશમી ધાગા બહાર નીકળે ત્યારે ભીના અને નરમ હોય છે પણ સૂકાયા બાદ એટલી મજબૂતી ધારણ કરે કે રેશમી કાપડનું મલ્ટી લેયર જાકીટ બૂલેટરોધક તરીકે લગભગ બખ્તર જેવું કામ આપે છે. કોશેટોમાં રેશમનો કીડો એકાદ સપ્તાહમાં કાયાપલટ પામી ફૂદાનું સ્વરૂપ મેળવે છે, પણ તેનું સ્થાન જો રેશમી કાપડના ગૃહ ઉદ્યોગ કેન્દ્રમાં હોય તો તેને કોશેટાની બહાર જીવતા નીકળવાનો અવસર મળતો નથી. ઉકળતા પાણીંમાં થોકબંધ કોશેટાને નાખી ફૂદાન...
સવાલ : બે મોટા શહેરોને જોડાતા ટુ - લેન કે ફોર લેન ધોરી માર્ગને અંગ્રેજીમાં માત્ર WAY ને બદલે HIGHWAY શા માટે કહે છે ? જવાબ : ઘણા અંગ્રેજી શબ્દો એવા છે કે જેમને લાગતી ઐતિહાસિક વાતો જાણો ત્યારે ખબર પડે કે અંગ્રેજી ભાષામાં તેઓ શી રીતે આવ્યા, હાઇવે શબ્દ મૂળ પ્રાચીન રોમના સામ્રાજ્યમાં બંધાયેલા રસ્તા માટે વપરાતો હતો. રોમન સમ્રાટોએ પોતાનાં લગભગ 200 નગરોને પરસ્પર જોડી દેતા કુલ 80,000 કિલોમીટર લાંબા હાઇવે બાંધ્યા હતા. વિશાળ સામ્રાજ્યમાં ઘોડેસવાર અને રથસવાર સૈનિકોની ટૂકડીઓ ઝડપી અવરજવર કરીને ગમે તે ખૂણે તરત પહોંચી શકે એ માટે બધા રસ્તા પાકા બનાવવામાં આવ્યા હતાં, ઊંચાઈ પણ આસપાસની જમીન કરતાં સહેજ વધારે, જેથી ચોતરફ દૂર નજર માંડી શકાય અને દુશ્મન સૈન્ય અણધાર્યો હુમલો કરવા આવતું હોય તો આક્રમણ છાનું રહે નહિ, ઊંચા રસ્તા પાર વરસાદનું પાણી ન ભરાય એ બીજો ફાયદો હતો. ઊંચા લેવલને કારણે રોમનોના ધોરી માર્ગો હાઇવે કહેવાયા અને પછી તો બીજા દેશોમાં પણ બે શહેરને જોડાતો દરેક મુખ્ય માર્ગ હાઇવે તરીકે ઓળખાયો,

Comments
Post a Comment