સવાલ : મનુષ્યના લોહીનું બંધારણ કેવું છે ? મુખ્ય ઘટકો કેટલાં ? અને તેમનું પ્રમાણ કેટલું ? જવાબ : લોહીના ત્રણ ઘટકો અનુક્રમે પ્લાંઝમા, શ્વેતકણો અને રક્તકણો છે. પ્રોટીન વડે સમૃદ્ધ અને પ્રવાહી સ્વરૂપના પ્લાઝમાનું મૂળભૂત કાર્ય રક્તકણોને તથા શ્વેતકણોને શરીરમાં ફરતા રાખવાનું છે. લોહી પોતે તેના 55% જેટલી માત્રાના પ્લાઝમાને લીધે પ્રવાહી રહે છે. શ્વેતકણોનું પ્રમાણ ફક્ત 1% છે. આમ છતાં તેઓ ચેપના હુમલા સામે લડતા સૈનિકો જેવા છે અને શરીરના રોગ પ્રતિકારક તંત્રમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. શ્વેતકણોની સરેરાશ આવરદા નવ કલાકથી વધારે નથી, પણ તેમના સ્થાને નવા કણો સતત બનતા રહે છે. લોહીના ત્રીજા ઘાતક રક્તકણોનું પ્રમાણ કુલ જથ્થાના 45% જેટલું છે. દરેક શ્વેતકણ દીઠ લગભગ 700 રક્તકણો છે. માટે લોહીના એવરેજ ટીપામાં તો લગભગ 30 કરોડ હોય છે, શારીરિક કોષોને ઓક્સિજનની ડિલિવરી લેતા રક્તકણો લગભગ `120 દિવસનું આયુષ્ય ભોગવે છે. વિસર્જિત કણોની ખોટ પૂરવા હાડકાની મજ્જા દર સેકન્ડે આશરે 20,00,000 નવા રક્તકણો પેદા કરે છે. બરોળમાં મૃત્યુ પામતા રક્તકણો લીવરમાં તથા પિત્તાશયમાં અને ત્યાર બાદ પિત્ત સાથે આંતરડા...