દેખાવમાં સરખા લાગતા દીપડા અને ચિત્તામાં શું ફરક છે?

બંને જનાવરો એક્બીજાથી ઘણી રીતે જુદા પડે છે દીપડાને ચારથી પાંચ કાળા ચાંઠાવાળા ગુલ હોય છે, જ્યારે ચિત્તાને  ગોળ ભરાવદાર ટપકું હોય છે, ઉપરાંત ચિત્તાની આંખો દ્વારા બેય તરફ ચહેરા પર કાળી શેર નીકળે છે, જો દીપડાને નથી, બેઉની રહેણીકહેણી અને રીતભાત પણ અલગ છે, દીપડો ગાઢ વનનું પ્રાણી છે અને ઝાડી ઓથે ગુપચુપ રીતે સરકીને શિકારની નજીક પહોંચી ઓચિંતી તરાપ મારે છે, વધેલા ભોજનને બીજીવારના ભોજન માટે ઉંચા ઝાડની ડાળે રાખી મૂકે છે, ચિત્તો ખુલ્લા વગાડાનું પ્રાણી છે અને શિકાર પાછળ દોટ મૂકી તેને ઝપટમાં લે છે, વધેલું મારણ રાખી મૂકવાની તેને આદત નથી, વળી ચિત્તો બે ચારના જૂથમાં રહે છે, જયારે દીપડો એકલવાયું જીવન પસંદ કરે છે, ચિત્તાને પાળી તાલીમ આપી કેળવી શકાય છે, પણ દીપડાને નહિ
દીપડો 
ચિત્તો 

Comments

Post a Comment

Popular posts from this blog